
આવો ફરી ફરી અવસ૨ નહિ મળે
તમે લાભ સવાયા લેજો.
આવો ફરી ફરી અવસર નહિ મળે
તમે કણ સવાયાં કરજો.
હીરા માણેક ને રીત પરવાળાં
નેણલે નરખી લેજો. - આવો૦
નેન-કમળ ૫૨ દીવડો જલત હૈ,
નાભિકમળ ચિત્ત ધરજો,
બુદ્ધિ જ્યોત તમે અળગી કરીને
તમે અમર જ્યોત આદરજો. - આવો૦
સંસાર સાગર મહા-જળ ભરિયો,
તમે તરી શકાય તો તરજો,
જગજીવનને જાણ કરીને તમે
એણી પાર ઊતરજો. આવો - આવો૦
ગુરુ મળિયા ફેરા ટળિયા, તમે
ગુરુને વચને રે'જો,
ગુરુ પરતાપે 'પીઠો' બોલ્યા
અમ૨ લોકમાં વરજો. - આવો૦
aawo phari phari awas2 nahi male
tame labh sawaya lejo
awo phari phari awsar nahi male
tame kan sawayan karjo
hira manek ne reet parwalan
nenle narkhi lejo aawo0
nen kamal 52 diwDo jalat hai,
nabhikmal chitt dharjo,
buddhi jyot tame algi karine
tame amar jyot adarjo aawo0
sansar sagar maha jal bhariyo,
tame tari shakay to tarjo,
jagjiwanne jaan karine tame
eni par utarjo aawo aawo0
guru maliya phera taliya, tame
gurune wachne rejo,
guru partape pitho bolya
am2 lokman warjo aawo0
aawo phari phari awas2 nahi male
tame labh sawaya lejo
awo phari phari awsar nahi male
tame kan sawayan karjo
hira manek ne reet parwalan
nenle narkhi lejo aawo0
nen kamal 52 diwDo jalat hai,
nabhikmal chitt dharjo,
buddhi jyot tame algi karine
tame amar jyot adarjo aawo0
sansar sagar maha jal bhariyo,
tame tari shakay to tarjo,
jagjiwanne jaan karine tame
eni par utarjo aawo aawo0
guru maliya phera taliya, tame
gurune wachne rejo,
guru partape pitho bolya
am2 lokman warjo aawo0



સ્રોત
- પુસ્તક : સોરઠી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 128)
- સંપાદક : ઝવેરચંદ મેઘાણી
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન
- વર્ષ : 2017
- આવૃત્તિ : પુનર્મુદ્રણ