kyaan jaii reso raat maaraa baalpanaanaa sakhaa - Pad | RekhtaGujarati

ક્યાં જઈ રે'શો રાત મારા બાળપણાના સાથી

kyaan jaii reso raat maaraa baalpanaanaa sakhaa

પીઠા ભગત પીઠા ભગત
ક્યાં જઈ રે'શો રાત મારા બાળપણાના સાથી
પીઠા ભગત

ક્યાં જઈ રે'શો રાત મારા બાળપણાના સાથી,

રે જીવ હંસલા આતમ જીવડા, ક્યાં જઈ રે'શો રાત.

ગાડું ભર્યું ચંદન લાકડે, ચડવાને ઘેાડા કાટ,

ચાર જણા તુંને ઉપાડી ચાલ્યા,ખોખરી હાંડીમાં લીધી આગ... રે જીવ૦

બેની રુવે બજારમાં, તારી માતા રુવે ઘરબાર,

એક વિસામો ઘર આંગણે ને બીજો તો ઝાંપા બાર.. રે જીવ૦

ત્રીજો વિસામો ગામને ગોંદરે, શમસાન વિસામો ચોથ,

દોય કર જોડી 'પીઠાજી' બોલ્યા, હરિ વિણ એક ઓથ,

રે જીવ હંસલા આતમ, ક્યાં જઈ રે'શો રાત.

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 180)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ