
તમે કૂડ કાયાનાં કાઢો રે વીરા
આયો અસાડો વિખિયાનાં રૂખ કાઢો,
અવસરનો વારો તો કાંઈ નવ હારો
તમે કાલ૨ ખેતર મત ખેડો રે વીરા!
પાતર જોઈ જોઈ જાતર કીજે
તમે વિખિયાનાં ફળ મત વેડો રે વીરા!...
ખોટે રે મને જેણે ખેડુ રે કીધી
ખરે બપોરે નાસે રે વીરા!
આઘા જઈને પાછા ફરશે
એના કણ કવાઈ જાશે રે વીરા!...
વિગત નવ જાણે તે લઈને બીજ વાવે
કાઢી કઢારો ચાવે રે વીરા!
ધાઈ ધૂતીને કાંઈક નર વિચાર જાણે
એની આગમ ખાધુંમાં જાવે રે વીરા!...
વાવ્યા તણો જે નર વિચાર જાણે
ઈ તો મૂઠ મેલે લઈને ટાણે રે વીરા!
'ભાણ' કહે નર નીપજ્યા ભલા,
મૂઠાં ભરી લઈ માણે રે વીરા!...
tame kooD kayanan kaDho re wira
ayo asaDo wikhiyanan rookh kaDho,
awasarno waro to kani naw haro
tame kal2 khetar mat kheDo re wira!
patar joi joi jatar kije
tame wikhiyanan phal mat weDo re wira!
khote re mane jene kheDu re kidhi
khare bapore nase re wira!
agha jaine pachha pharshe
ena kan kawai jashe re wira!
wigat naw jane te laine beej wawe
kaDhi kaDharo chawe re wira!
dhai dhutine kanik nar wichar jane
eni aagam khadhunman jawe re wira!
wawya tano je nar wichar jane
i to mooth mele laine tane re wira!
bhan kahe nar nipajya bhala,
muthan bhari lai mane re wira!
tame kooD kayanan kaDho re wira
ayo asaDo wikhiyanan rookh kaDho,
awasarno waro to kani naw haro
tame kal2 khetar mat kheDo re wira!
patar joi joi jatar kije
tame wikhiyanan phal mat weDo re wira!
khote re mane jene kheDu re kidhi
khare bapore nase re wira!
agha jaine pachha pharshe
ena kan kawai jashe re wira!
wigat naw jane te laine beej wawe
kaDhi kaDharo chawe re wira!
dhai dhutine kanik nar wichar jane
eni aagam khadhunman jawe re wira!
wawya tano je nar wichar jane
i to mooth mele laine tane re wira!
bhan kahe nar nipajya bhala,
muthan bhari lai mane re wira!



સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 62)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009