કુબુદ્ધિને કાઢો તો સુખ થાય
kubuddhiine kaadho to sukh thaay
લાલસાહેબ
Lalsaheb

કુબુદ્ધિને કાઢો તો સુખ થાય,
ઘટ મેં આતમરામ જગાઈ.
મૂળ કમળ મેં ગુણપતિ રે'વે, પૂજ્યે પરસન થાઈ,
જ્ઞાન તણા ઘેાડા શણગારો, ચડે નૂરીજન રાઈ... ઘટ મેં૦
જરણ જંબૂરા શીલ ગલોલા, પ્રેમ પલીતા લગાઈ,
ભજન ભડાકા ધરણીધર કા, કૂડ કપટ ઉડ જાઈ... ઘટ મેં૦
તેજ તોપ ને હરદમ દારૂ, ગોળા જ્ઞાન લગાઈ,
મોહ ભ્રમ કા મોરચા ભાંગ્યા, તસ્કર થાણો થપાઈ... ઘટ મેં૦
સંતોષરાય સૂન પર ચડિયા, સત્ત શમશેર બજાઈ,
કાળ ક્રોધ કું માર પકડ કે, કસણી ખરી કસાઈ... ઘટ મેં૦
હરિ કા બંદા છોડ્યા ફંદા, પૂરા દરશન પાઈ,
નિરાધાર ગુરુ અંતરજામી, તાકું શીષ નમાઈ... ઘટ મેં૦
આપા મેટ્યા સંશય છૂટ્યા, શૂરા સાચ કમાઈ,
હુકમી બંદા હજૂર હાજર, અમ્મર પટો લખાઈ... ઘટ મેં૦
દયા મહેર સતગુરુ સાહેબ કી, જો ખાટે સો ખાઈ,
'લાલ' કહે મૈં કછુ ન જાણું, રવિ ગુરુ કબીર ગાઈ... ઘટ મેં૦



સ્રોત
- પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 119)
- સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
- વર્ષ : 1994
- આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ