bol ma, bol ma, bol ma re - Pad | RekhtaGujarati

બોલ મા, બોલ મા, બોલ મા રે

bol ma, bol ma, bol ma re

મીરાંબાઈ મીરાંબાઈ
બોલ મા, બોલ મા, બોલ મા રે
મીરાંબાઈ

બોલ મા, બોલ મા, બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા.

સાકર-શેલડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે. રાધા.

ચાંદા-સૂરજનું તેજ તજીને, આગિયા સંગાથે પ્રીત જોડ મા રે. રાધા.

હીરા-માણેક-ઝવેર તજીને, કથીર સંગાથે મણિ તોળ મા રે. રાધા.

મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, શરીર આપ્યું સમતોલમાં રે. રાધા.

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997