લાવો લાવો કાગળિયો ન દોત, કે લખીએ હરિને રે;
તેમાં કિયો અમારો વાંક, કે ના'વ્યા ફરીને રે ? લાવો૦
વહાલા ! અમૃત ભોજનિયાં આજ જમાડ્યાં અમને રે;
હવે વીખડાં ધોળી મ પાઓ, ઘટે નહીં તમને રે. લાવો૦
વહાલા ! પ્રેમ-પછેડો આજ ઓઢાડ્યો અમને રે;
હવે દઈને પાછો ન લીઓ, ઘટે નહીં તમને રે. લાવો૦
lawo lawo kagaliyo na dot, ke lakhiye harine re;
teman kiyo amaro wank, ke nawya pharine re ? lawo0
wahala ! amrit bhojaniyan aaj jamaDyan amne re;
hwe wikhDan dholi ma pao, ghate nahin tamne re lawo0
wahala ! prem pachheDo aaj oDhaDyo amne re;
hwe daine pachho na lio, ghate nahin tamne re lawo0

સ્રોત
- પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997