(રાગ પ્રભાતી)
‘જળકમળ છાંડી જા રે, બાળા! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે. ૧
કહે રે, બાળક! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો ?
નિશ્ચે તારો કાળ જ ખૂટયો, અહીંયાં તે શીદ આવિયો?' ર
‘નથી, નાગણ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જુગટું રમતાં નાગનું શીશ હું હારિયો.’ 3
‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો?' ૪
‘મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નાનડો;
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.’ પ
‘લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો;
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો.' ૬
‘શું કરું, નાગણ! હાર તારો? શું કરું તારો દોરિચો?
શાને કાજે, નાગણ! તારે કરવી ઘરમાં ચોરીઓ?' ૭
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો:
‘ઊઠો રે, બળવંત કોઈ બારણે બાળક આવિયો.' ૮
બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાથ નાથિયો;
સહસ્ર ફેણા ફૂંફવે. જેમ ગગન ગાજે હાથિયો. ૯
નાગણ સહુ વિલાપ કરે છેઃ નાગને બહુ દુઃખ આપશે;
મથુરાનગરીમાં લઈ જશે, પછે નાગનું શીશ કાપશે. ૧૦
બેઉ કર જોડીને વીનવેઃ ‘સ્વામી! મૂકો અમારા કંથને;
અમો અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.’ ૧૧
થાળ ભરી શગ મોતીએ શ્રીકૃષ્ણને રે વધાવિયા,
નરસૈંયાના નાથ પાસેથી નાગણે નાથ છોડાવિયા. ૧ર
(rag prabhati)
‘jalakmal chhanDi ja re, bala! swami amaro jagshe;
jagshe, tane marshe, mane balhatya lagshe 1
kahe re, balak! tun marag bhulyo? ke tara weriye walawiyo ?
nishche taro kal ja khutyo, ahinyan te sheed awiyo? ra
‘nathi, nagan! hun marag bhulyo, nathi mara weriye walawiyo;
mathuranagriman jugatun ramtan naganun sheesh hun hariyo ’ 3
‘range ruDo, rupe puro, disanto koDilo koDamno;
tari mataye ketla janmya, teman tun alkhamno? 4
‘mari mataye beu janmya, teman hun natwar nanDo;
jagaD tara nagne, marun nam krishn kahanDo ’ pa
‘lakh sawano maro haar apun, apun re tujne doriyo;
etalun mara nagthi chhanun, apun tujne choriyo 6
‘shun karun, nagan! haar taro? shun karun taro doricho?
shane kaje, nagan! tare karwi gharman chorio? 7
charan champi moochh marDi, nagne nag jagaDiyoh
‘utho re, balwant koi barne balak awiyo 8
beu baliya bathe walagya, krishne kalinath nathiyo;
sahasr phena phumphwe jem gagan gaje hathiyo 9
nagan sahu wilap kare chhe nagne bahu dukha apshe;
mathuranagriman lai jashe, pachhe naganun sheesh kapshe 10
beu kar joDine winwe ‘swami! muko amara kanthne;
amo apradhi kani na samajyan, na olakhya bhagwantne ’ 11
thaal bhari shag motiye shrikrishnne re wadhawiya,
narsainyana nath pasethi nagne nath chhoDawiya 1ra

સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997