Kon Bhare Kon Bhare Pani Jamuna na - Pad | RekhtaGujarati

કોણ ભરે કોણ ભરે પાણી જમુનાનાં

Kon Bhare Kon Bhare Pani Jamuna na

મીરાંબાઈ મીરાંબાઈ
કોણ ભરે કોણ ભરે પાણી જમુનાનાં
મીરાંબાઈ

કોણ ભરે કોણ ભરે પાણી જમુનાનાં,

કોણ ભરે કોણ ભરે પાણી?

ઘર મારું દૂર, ગાગર શિર ભારી,

ખોટી થાઉં તો નણદી ઘેર વઢે. જમના...

શિર પર કળશ, કળશ પર ઝારી,

ઝારીપે બેઠી ઝારી મોજ કરે. જમના...

આણી તીરે ગંગા, પેલી તીરે જમના,

વચમાં કાનુડો રંગરાસ રમે. જમના...

સાવ રે સોનાનો મારો ઘાટ ઘડૂલો,

ઉઢાણી તો રત્ન કનક જડે. જમના...

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

ચરણકમળ ચિત ધ્યાન કરે. જમના...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011