koii re bataavo amne jogiyaa re - Pad | RekhtaGujarati

કોઈ રે બતાવો અમને જોગિયા રે

koii re bataavo amne jogiyaa re

મચ્છંદરનાથ મચ્છંદરનાથ
કોઈ રે બતાવો અમને જોગિયા રે
મચ્છંદરનાથ

કોઈ રે બતાવો અમને જોગિયા રે,

જોગી મારી કાયા રે તણો ઘડનાર રે.

હેજી જોગિયો મળે તેા મે જીવુંગી,

નીકર તરત તજું રે મારા પ્રાણ રે,

સુરતા મિલાવો આપણા શ્યામ સે,

ચોપાટ માંડી રે શૂન્યમાં, ખેલું મારા પિયુ સંગે દાવ રે,

મૈં રે હારું તો મૈં પિયુની,

પિયુડો હારે તે મારી પાસ રે. હેજી... કોઈ રે૦

મૈં રે હરણી ને પિયુડો પારધી રે,

માર્યાં મને વચનોનાં બાણ રે...

હેજી લાગ્યાં રે હશે તે નર જાણશે,

અવર શું જાણે રે અજાણ રે? હેજી... કોઈ રે૦

ઘાયલ નર તે ઘૂમ્યા કરે રે,

ત્યાં સૂનો બાંધે હોડ રે,

હેજી જતન કરે પણ જીવે નહીં,

જેને લાગી શબ્દોની ચોટ રે. હેજી... કોઈ રે૦

મૈં રે પ્યાસી પિયુના નામની,

જપું મારા પિયુ પિયુના જાપ રે,

હેજી કહે રે 'મચ્છંદર' સુણો ગોરખા,

રહ્યા મારા તનમનમાં સમાઈ. હેજી... કોઈ રે૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1989