koii man-vruttine vaaro - Pad | RekhtaGujarati

કોઈ મન-વૃત્તિને વારો

koii man-vruttine vaaro

રવિસાહેબ રવિસાહેબ
કોઈ મન-વૃત્તિને વારો
રવિસાહેબ

કોઈ મન-વૃત્તિને વારો : બોલે એકતારો-એકતારો.

પાંચ તત્ત્વ કા બન્યા તંબૂરા દાતા, નુરત-સુરત ખેલ ન્યારો,

ઓહં સોહં સબ ઘટ રચિયો, દાતા! ભભકું દિયે તેને ભાળો... બોલે૦

નુરત-સુરત કી કેડી રચાઈ દાતા! હેરનહારાને હેરો,

સત-શબ્દ સે જે જન સિધ્યા, એનો મિટ્યો ચોરાશીનો ફેરો... બોલે૦

કહે ‘રવિદાસ’ સંતો ભાણ પ્રતાપે, બાવન અક્ષરથી બોલે બારો,

મારો એકતારો-એકતારો, કોઈ મન-વૃત્તિને વારો! બોલે એકતારો... બોલે૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 294)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ