કોઈ અગાધ જંતર વાગે, નર જ્ઞાની હોય તે જાગે
બત્રીસ ગમાકા જંતર બનાયા, નવસેં તાર લગાયા
સોળ શાસ્ત્ર રાણીકે, રાજ રંગત ખૂબ જમાયા
કોઇ અગાધ જંતર વાગે.
દોઉ મિલકર તૂંબા બનાયા, તૂંબા તાર લગાયા
એ તારમાં નામ પ્રમી, તંત કોઈને પાયા
કોઈ અગાધ જંતર વાગે.
ઈંગલા, પિંગલા, સુષુમણા નાડી, સુખ સેજમાં જાગે
અધરાધર મારા સ્વામી વિરાજે, અનહદ વાજાં વાગે
કોઈ અગાધ જંતર વાગે.
ગગન મંડલ કી કુંજમેં, તરવણી બીચ માંય
જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ, સુરતા લાગી ત્યાંય
કોઈ અગાધ જંતર વાગે.
koi agadh jantar wage, nar gyani hoy te jage
batris gamaka jantar banaya, nawsen tar lagaya
sol shastr ranike, raj rangat khoob jamaya
koi agadh jantar wage
dou milkar tumba banaya, tumba tar lagaya
e tarman nam prmi, tant koine paya
koi agadh jantar wage
ingla, pingla, sushumna naDi, sukh sejman jage
adhradhar mara swami wiraje, anhad wajan wage
koi agadh jantar wage
gagan manDal ki kunjmen, tarawni beech manya
jodha prtape bhane bhawanidas, surta lagi tyanya

સ્રોત
- પુસ્તક : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો (પૃષ્ઠ ક્રમાંક 51)
- સંપાદક : દલપત શ્રીમાળી
- પ્રકાશક : માહિતીખાતું, ગાંધીનગર
- વર્ષ : 1970