khetar harnaana khaadhun - Pad | RekhtaGujarati

ખેતર હરણાંએ ખાધું

khetar harnaana khaadhun

મામદ શાહ મામદ શાહ
ખેતર હરણાંએ ખાધું
મામદ શાહ

બાઈ, મ્હારું ખેતર હરણાંએ ખાધું

નામ ધણીજીનું લીધું

બાઈ, મ્હારું ખેતર હરણાંએ ખાધું.

પાંચેય હરણાં એવાં રે હળિયાં

તે મારો કેડો મેલે

તેથી મ્હારું કંઈયે ના ચાલે

વાડ વાડ મોરી મોડી ધૂકે

બાઈ, મ્હારું ખેતર હરણાંએ ખાધું.

ભોંય ભાંગી ભાંગી કણશલાં વાવ્યાં

માલો કેણી પેરે રાખું?

હાથે લૂલી પગે રે પાંગળી

હરણાં કેણી પેરે હાંકું?

બાઈ, મ્હારું ખેતર હરણાંએ ખાધું.

દોહ્યલા દીવાનનું તેડું જો આવ્યું

હવે ‘મહેમૂદ'ને લઈ જાશે

રે ખેતરમાં કાંઈએ પાક્યું

કઈ પેરે લેખાં આપું!

બાઈ, મ્હારું ખેતર હરણાંએ ખાધું.

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
  • વર્ષ : 2009