khabar vinaa sab khoyaa murakh man - Pad | RekhtaGujarati

ખબર વિના સબ ખોયા મૂરખ મન

khabar vinaa sab khoyaa murakh man

માધવ સાહેબ માધવ સાહેબ
ખબર વિના સબ ખોયા મૂરખ મન
માધવ સાહેબ

ખબર વિના સબ ખોયા મૂરખ મન,

ખબર વિના સબ ખોયા જી.

ગુરુગમ જ્ઞાન ધ્યાન નહીં ધરિયા, વણુ ક્રિયા સે વગોયા જી,

ખાન પાન ગુલતાન ગાન મેં, સેજ પલંગ પર સોયા... મૂરખ૦

સાસ ઉસાસ કિયા નહીં સમ્રણ, પ્રેમ દોર નહીં પ્રોયા જી,

રરંકાર કા રંગ લાગ્યા, પર ત્રિયા મન મોયા... મૂરખ૦

સત સંગત ગુરુજ્ઞાન ગંગા મેં, મન મેલા નહીં ધોયા જી,

કૈસે અંતર હોય ઉજિયારા, રામ ભજન બિન રોયા... મૂરખ૦

ખીમ ભાણ રવિ પ્રેમ જીવણ ગુરુ, વચન સાયબ મન મોયા જી,

'માધવ' રામ દેખ દિલ અંદર, અજર અમર નર જોયા... મૂરખ૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 214)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ