kesarbhiinaa kahaanjii, kasunbe bhiinii naar - Pad | RekhtaGujarati

કેસરભીના કહાનજી, કસુંબે ભીની નાર

kesarbhiinaa kahaanjii, kasunbe bhiinii naar

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
કેસરભીના કહાનજી, કસુંબે ભીની નાર
નરસિંહ મહેતા

કેસરભીના કહાનજી, કસુંબે ભીની નાર,

લોચન ભીનાં ભાવ-શું, ઊભાં કુંજને દ્વાર.

બેમાં સુંદર કોને કહીએ : વનિતા કે વ્રજનાથ?

નિરખું, ૫રખું પુરુષોત્તમને, માણેકડાં બેહુ હાથ.

વેગે કુંજ પધારિયા, લચકે થઈ ઝકઝોળ;

નરસૈંયાચો સ્વામી ભલે મળિયો, રંગ તણા બહુ રોળ.

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994