kaya rupi kachbo re - Pad | RekhtaGujarati

કાયા રૂપી કાચબો રે

kaya rupi kachbo re

ધીરો ધીરો
કાયા રૂપી કાચબો રે
ધીરો

કાયા રૂપી કાચબો રે, કેવો તારો થઈ રહ્યો;

સ્વરૂપ શોધ એનું રે, સત્ય બોલ મેં તો કહ્યો. ટેક

સંસાર સાગર માંહે પડ્યો છે, તારો કાયા રૂપી કાચબો જાણ,

તૃષ્ણારૂપી બખોલ મોટી જોઈ, માંહી ભરાઈ બેઠો નિર્વાણ,

ન નીકળે તે તો રે, વારિમાં તે જાણે વહ્યું. કાયા...

શોધનાર તો શોધી મરે પણ, દેખાયે નવ લગાર;

ઊંડે ઊંડું પેસવાને વિચારે, જાણે સંતાઈ રહ્યામાં ભાર,

સાહે કોઈ સંતજ રે, લક્ષણ તેનું તો મેં લહ્યું. કાયા...

હાથ પગ સંકોચી દે અતિશે, દીનરૂપ દેખાયે અપાર,

કઠણમાં કઠણ અતિ દર્શે, ભીતર પોચાતણો ભંડાર,

સમજણ નહિ સાચી રે, રીઢ્યે મત જાયે રહ્યું. કાયા...

તારણહારો કોણ જ તેને, મળી આવે મહાસંત;

મરજીવો કરી દેઈ સાગરમાં મૂકે, એવું તારૂં કોણ કહંત,

ધીર શીખામણ આપે રે, કહેવાનું તે તો કહ્યું. કાયા...

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928