કઠણ થયા રે માધવ મથુરા જઈ
Kathan Thaya re madhav madhura jai
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
કઠણ થયા રે માધવ મથુરા જઈ, કાગળ ન લખ્યો કટકો રે.
અહિયાં થકી હરિહવડાં પધાર્યા,ઓધવ સાથે અટકયો રે. – કઠ૦
અંગે સોવરણિયા વાઘા પેર્યા, શિર પીતાંબર પટકો રે. – કઠ૦
ગોકુળમાં એક રાસ રચ્યો છે, કહાન કુબજા સંગ અટકયો રે. - કઠ૦
કાલી-શી કુબજા ને અંગે છે કુંબડી, એ શું કરી જાણે લટકો રે. - કઠ૦
એ છે કાળો ને તે છે કુબડી, રંગે રંગ બન્યો ચટકો રે. - કઠ૦
‘મીરાં’ કહે પ્રભુ ગિરિધર નાગર, ખોળામાંથી ઘૂંઘટ ખટકો રે. – કઠ૦
સ્રોત
- પુસ્તક : બૃહત્ કાવ્યદોહન ભાગ ૨ (પૃષ્ઠ ક્રમાંક 859)
- સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
- પ્રકાશક : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ
- વર્ષ : 1887
