kathan thaya mohan - Pad | RekhtaGujarati

કઠણ થયા મોહન

kathan thaya mohan

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
કઠણ થયા મોહન
નરસિંહ મહેતા

કઠણ થયા મોહન મથુરા જઈ, કાગળ નવ લખ્યો કટકો રે.

ગોકુળમાં સહુ વાત કરે છે, કહાન કુબજાશું અટકળ્યો રે. કઠણ...

કુબજા કાળી ને અંગે કુબડી, શું કરતી હશે લટકો રે. કઠણ...

ચતુર હોય તે ચિત્તમાં ચેતે, મૂરખને શો ચટકો રે. કઠણ...

નરસૈંયાચા પ્રભુ તમને ઘટે, નીચ સાથે શીદ ભટકો રે. કઠણ...

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941