karunamrut ni yachna - Pad | RekhtaGujarati

કરુણામૃતની યાચના

karunamrut ni yachna

કેશવલાલ હરિરામ ભટ્ટ કેશવલાલ હરિરામ ભટ્ટ
કરુણામૃતની યાચના
કેશવલાલ હરિરામ ભટ્ટ

(દેશ)

હઠ લઈ બેઠા છો હરિરાય હવે હદ થાય છે રે;

જગદીશ્વરજી જન્મ જડેલો નિષ્ફલ જાય છે રે. ટેક...

શો અપરાધ થયો છે સ્વામી, પૂછું છું પ્રણયે શિર નામી,

અંતરયામી, અતિ અંતર ઉભરાય છે રે. - હઠ...

છે ભગવાન મને ભય ભારે, આપ વિના નહિ કોઈ ઉગારે,

આ સંસારે, અધવચ વ્હાણ તણાય છે રે. - હઠ...

ઘણા ઘણાની વારે ધાયા, સેવકને ટાણે સંતાયા,

માધવ ન કરો માયા, નયન ભરાય છે રે. - હઠ...

કેશવ હરિ બહુ કઠણ ન થાશો, નિર્દય થઈને દૂર ન જાશો;

પ્રિય કરુણા-મૃત પાશો, જીવન જાય છે રે. - હઠ...

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928