Karna Fakiri Tab Kya Dilgiri - Pad | RekhtaGujarati

કરના ફકીરી તબ ક્યા દિલગીરી

Karna Fakiri Tab Kya Dilgiri

મીરાંબાઈ મીરાંબાઈ
કરના ફકીરી તબ ક્યા દિલગીરી
મીરાંબાઈ

કરના ફકીરી તબ ક્યા દિલગીરી?

સદા મગનમેં રહેના જી.

કોઈ દિન ગાડી ને કોઈ દિન બંગલા,

કોઈ દિન જંગલ બસના જી. કરના...

કોઈ દિન હસ્તી ને કોઈ દિન ઘોડા,

કોઈ દિન પાઉં ચલના જી. કરના...

કોઈ દિન ખાજાં ને કોઈ દિન લાડુ,

કોઈ દિન ફાકમફાકા જી. કરના...

કોઈ દિન ઢોલિયા, કોઈ દિન તલાઈ,

કોઈ દિન ભોંયપે લોટના જી. કરના...

મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ,

કછુ આંચ પડે સો સહના જી. કરના...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011