કાનુડો કાળજાની કોર છે
Kanudo Kalja ni Kor Chhe
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
કાનુડો કાળજાની કોર છે.
મોરમુકુટ પીતાંબર સોહે, કુંડલકી ઝકઝોર છે.
વૃન્દાવનની કુંજગલનમાં, નાચત નંદિકશોર છે.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલ ચિત્તચોર છે.
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 6)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
