Kan Rakhe Tem Rahie - Pad | RekhtaGujarati

ક્હાન રાખે તેમ રહીએ

Kan Rakhe Tem Rahie

મીરાંબાઈ મીરાંબાઈ
ક્હાન રાખે તેમ રહીએ
મીરાંબાઈ

ક્હાન રાખે તેમ રહીએ, ઓધવજી, ક્હાન રાખે તેમ રહીએ.

કોઈ દિન પે'રણ હીર ને ચીર, કોઈ દિન સાદા રહીએ.

કોઈ દિન ભોજન શીરો ને પૂરી, કોઈ દિન ભૂખ્યાં રહીએ.

કોઈ દિન રહેવાને બાગબગીચા, કોઈ દિન જંગલ રહીએ.

કોઈ દિન સૂવાને ગાદી ને તકિયા, કોઈ દિન ભોંય સૂઈ રહીએ.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, સુખદુઃખ સૌ સહી રહીએ.

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011