Kam Chhe, Kam Chhe, Kam Chhe - Pad | RekhtaGujarati

કામ છે, કામ છે, કામ છે

Kam Chhe, Kam Chhe, Kam Chhe

મીરાંબાઈ મીરાંબાઈ
કામ છે, કામ છે, કામ છે
મીરાંબાઈ

કામ છે, કામ છે, કામ છે, ઓધા! નહીં રે આવું મારે કામ છે;

શામળિયો ભીને વાન છે રે. ઓધા...

આણી તીરે ગંગા ને પેલી તીરે જમના,

વચમાં ગોકુળિયું ગામ છે રે. ઓધા...

સોનુંરૂપું મારે કામ આવે,

તુલસી તિલક પર ધ્યાન છે રે. ઓધા...

આગલી પરસાળે મારો સસરોજી પોઢે,

પાછલી પરસાળે સુંદરશ્યામ છે રે. ઓધા...

મીરાંબાઈ કે પ્રભુ ગિરિધરના ગુણ,

ચરણકમણમાં મારો વિશ્રામ છે રે. ઓધા...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011