Diva To Chhe GHer Gher Re, Tene Jalvi Jojo - Pad | RekhtaGujarati

દીવા તો છે ઘેર ઘેર રે, તેને જાળવી જોજો

Diva To Chhe GHer Gher Re, Tene Jalvi Jojo

ધીરો ધીરો
દીવા તો છે ઘેર ઘેર રે, તેને જાળવી જોજો
ધીરો

દીવા તો છે ઘેર ઘેર રે, તેને જાળવી જોજો;

શોભામાં અનુપમ રે, કારજ ખરું નવ ખોજો.

એના વિના પળ વાર ચાલે, રહે અંધારું ઘોર,

માનવ છતાં પશુપક્ષીના જેવું, દર્શે તે ઠોરે ઠોર;

દીવો ઝગમગતો રે, ખુશી જોઈને હોજો.

એની શિખા તો એના થકી સારી, શોભામાહીં દેખાય,

હાથ અડે તો કરી દે અવળું, લક્ષણ રૂડાં લેખાય;

અરર કહેવડાવે રે, દાઝ્યા દાઝ્યા કહી રોજો.

પાત્ર ધરો તો વળે અતિ કાજળ, એવું કાળું ભરી રાખ્યું ક્યાંય,

સુવર્ણ જેવામાં શામતા કેવી, મારે કહેવાનું છે એની માંય;

લક્ષ્મી લહો એવી રે, બૂડો વધતાં બોજો.

સ્પર્શમાં તીક્ષ્ણતા એની એવી, અંતરમાં કાળાશ,

બુદ્ધિવાનને બુરાડી દેતી એ, કોઈની કરે નહિ બાલાશ;

ધીર ધ્યાન ધારી રે, જણાશે જોજો.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ