kaho re, sajni! - Pad | RekhtaGujarati

કહો રે, સજની!

kaho re, sajni!

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
કહો રે, સજની!
નરસિંહ મહેતા

કહો રે, સજની! કઈ પેર મેલું આનંદરૂપી હરિ આવાને?

વેદ-પુરાણ-શાસ્ત્ર કહે છે : તે તો વિષયી જનને વહાવાને. ક૦

ભેદ જાણે ભવના હીણા, જાય સમોવડ થાવાને;

અબળા ટાળી નહીં કો સમરથ પાલવ એનો સાહવાને. ક૦

જાગ-જગનમાં ઝાંખી જુએ, શીખ્યો ચોરી ખાવાનેઃ

નરસૈંયો ભૂતલ અવતરિયો ગુણલા એના ગાવાને. ક૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997