કાયા રાણીમાં આંબો ખીલ્યો, કલંગી માણારાજ રે,
પ્રેમ-આંબો ગુરુએ કાયામાં વાવ્યો, કલંગી માણારાજ... કાયા૦
એ રે આંબાનાં મૂળ પિયાળ મેલી રે, કલંગી માણારાજ રે,
ડાળું ચોપાસ દરશાય રે એની, કલંગી માણારાજ... કાયા૦
એ રે આંબાનો રખવાળો ચતુર સુજાણ રે,
શૂરા હશે તે આંબો વેડશે રે, કલંગી માણારાજ... કાયા૦
કાચાં રે ભડદાં કામ નહિ આવે, કલંગી માણારાજ,
તેનો ફાલફૂલ કરમાશે રે, કલંગી માણારાજ... કાયા૦
શૂરા પૂરા હશે તે આંબો વેડશે, કલંગી માણારાજ,
કાયર હશે તે પડશે પાછા રે, કલંગી માણારાજ... કાયા૦
સતી રે ‘પંખી’ની વિનંતી રે, કલંગી માણારાજ,
અમર આંબો કોકને ભાવશે રે, કલંગી માણારાજ... કાયા૦
kaya raniman aambo khilyo, kalangi manaraj re,
prem aambo gurue kayaman wawyo, kalangi manaraj kaya0
e re ambanan mool piyal meli re, kalangi manaraj re,
Dalun chopas darshay re eni, kalangi manaraj kaya0
e re ambano rakhwalo chatur sujan re,
shura hashe te aambo weDshe re, kalangi manaraj kaya0
kachan re bhaDdan kaam nahi aawe, kalangi manaraj,
teno phalphul karmashe re, kalangi manaraj kaya0
shura pura hashe te aambo weDshe, kalangi manaraj,
kayar hashe te paDshe pachha re, kalangi manaraj kaya0
sati re ‘pankhi’ni winanti re, kalangi manaraj,
amar aambo kokne bhawshe re, kalangi manaraj kaya0

સ્રોત
- પુસ્તક : અસલ મોટી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 81)
- સંપાદક : કે. આર. શાહ
- પ્રકાશક : સાગર પબ્લિકેશન