કાયા જીવને કહે છે રે, સુણોને મારા પ્રાણપતિ,
મેલી મુજને ક્યાં જાશો રે, આ વગડામાં અથડાતી?... કાયા૦
જીવ તમારા લીધે રે, ચાલું છું હું મદમાતી,
તમ વિના નહિ મારે રે, આ દેહીના સંઘાતી... કાયા૦
જ્યારે તમે જાશો રે, ત્યારે તો મારી શી રે ગતિ?
જ્યારે જવું જ હતું રે, ત્યારે પ્રીત કરવી ન્હોતી !... કાયા૦
ઘણાં લાડ લડાવ્યાં રે, ભેગી બેસી જમતી હતી,
હવે કેમ તરછોડી રે? આવી કેમ ફરી મતિ !... કાયા૦
કોઈક ગુરુજન મળિયા રે, અગમ અગાધ મતિ,
કરશે બ્રહ્મસ્વરૂપે રે, એવું હું જાણતી ન્હોતી... કાયા૦
છો દેવ નિરંજન રે, મૂળે મંગળ મૂરતિ,
તારો ભેદ ન જાણ્યો રે, એવી તારી અકળ ગતિ... કાયા૦
મારી કરણી ન જોશો રે, હું કર જોડી કરગરતી,
મેલી માયાને ચૈતન્ય રે, ચાલ્યા અમરાવતી... કાયા૦
દાસ 'નારણસિંગ' ભજશે રે, થશે તેની સત્ય ગતિ... કાયા૦
kaya jiwne kahe chhe re, sunone mara pranapati,
meli mujne kyan jasho re, aa wagDaman athDati? kaya0
jeew tamara lidhe re, chalun chhun hun madmati,
tam wina nahi mare re, aa dehina sanghati kaya0
jyare tame jasho re, tyare to mari shi re gati?
jyare jawun ja hatun re, tyare preet karwi nhoti ! kaya0
ghanan laD laDawyan re, bhegi besi jamti hati,
hwe kem tarchhoDi re? aawi kem phari mati ! kaya0
koik gurujan maliya re, agam agadh mati,
karshe brahmaswrupe re, ewun hun janti nhoti kaya0
chho dew niranjan re, mule mangal murati,
taro bhed na janyo re, ewi tari akal gati kaya0
mari karni na josho re, hun kar joDi karagarti,
meli mayane chaitanya re, chalya amrawati kaya0
das naransing bhajshe re, thashe teni satya gati kaya0

સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 189)
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ