jyaan param dhaam parmeshaa - Pad | RekhtaGujarati

જ્યાં પરમ ધામ પરમેશા

jyaan param dhaam parmeshaa

મોરાર સાહેબ મોરાર સાહેબ
જ્યાં પરમ ધામ પરમેશા
મોરાર સાહેબ

જ્યાં પરમ ધામ પરમેશા,

કોઈ ચલો હમારે દેશા.

ઉદય અસ્ત નહીં ઉત્પત્તિ નાશા, કરમ કાળ નહીં કલેશા... કોઈ૦

અનંત આદિ અખંડ ઉજિઆલા, આવાગમન અંદેશા... કોઈ૦

નિજાનંદ નાથ નિરાલંબ, પાર પાવે શેષા... કોઈ૦

સુરનર મુનિ કરત હૈ સુમિરન, ધરતા ધ્યાન મહેશા... કોઈ૦

અનંત સંત તત્ત્વના દરશી, રમણિક સોમ રમેશા... કોઈ૦

રજ્જ ‘મોરાર’ રવિ ગુરુ ચરણે, હરદમ રહે હંમેશા.. કોઈ૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 124)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ