junun to thayun re - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જૂનું તો થયું રે

junun to thayun re

મીરાંબાઈ મીરાંબાઈ
જૂનું તો થયું રે
મીરાંબાઈ

જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું,

મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.

રે કાયા રે, હંસા! ડોલવાને લાગી રે,

પડી ગયા દાંત માંયલી રેખું તો રહ્યું.

તારે ને મારે હંસા! પ્રીત્યું બંધાણી રે,

ઊડી ગયો હંસ, પીંજર પડી તો રહ્યું.

બાઈ મીરાંકે પ્રભુ ગિરિધર નાગર,

પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં.

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997