જુગત જાન સાન સદ્ગુરુ કી
jugat jaan saan sadguru kii
મોરાર સાહેબ
Morar Saheb
મોરાર સાહેબ
Morar Saheb
જુગત જાન સાન સદ્ગુરુ કી, લગી લગન ગુરુ જ્ઞાના રે,
રવિ પ્રકાશ ભાસ બ્રહ્મ ચીન્હા, દિવ્ય દૃષ્ટે દરસાના રે.
નુરત નિશાન આણ અણીઅગ્રે, ઝગમગ જ્યોત જગાના રે,
અમૃત બૂંદ ગગન વરસાના, પાવે સંત સુજાના રે...
નેનન નૂર ભર્યા ભરપૂરા, મગન ભયા મસ્તાના,
નિરખિત રૂપ સ્વરૂપ સત સ્વામી, મૂરતી એક મલકાના રે...
અખંડ પુરુષ એક આદિ અનાદિ, પ્રગટ જાન પરમાના રે,
વિશ્વ વ્યાપ આપ સરવંગી, સહેજે સહજ સમાના રે...
સંત ચરણ સરણ સદ્ગુરુ કી, જોગ જુગત કે ધ્યાના રે,
દાસ ‘મોરાર’ આસ હૈ ઉનકી, જિનને લક્ષ લખાના રે...
સ્રોત
- પુસ્તક : રવિ ભાણ સંપ્રદાયની વાણી (પૃષ્ઠ ક્રમાંક 231)
- સંપાદક : મણિરામજી
- પ્રકાશક : મંછારામ મોતીરામ, પૂના
- વર્ષ : 1933
