judai dard evu bhundu re - Pad | RekhtaGujarati

જુદાઈ દર્દ એવૂં ભૂંડૂં રે

judai dard evu bhundu re

નર્મદ નર્મદ
જુદાઈ દર્દ એવૂં ભૂંડૂં રે
નર્મદ

(પદ-રાગ કાફી.)

જુદાઈ દર્દ એવું ભૂંડૂં રે,

મરવાથી છુટૂં કેમ આ સહૂ. - છે જુદાઈ દર્દ એવૂં.

વજ્રની છાતીના શૂરા, તેઓ ઓગળેલાં પૂરા,

એવી અતી સખ્ત જુદાઈ આગ રે.

તો હવે હૂં મારી વાત શી કહૂં. - છે જુ...

દીપકને જ્યમ મીણ હો, તડકામાં જ્યમ મીન જોએ,

જેમ તાપ પર માખણ હોય રે,

જેમ તાવ ખૂબ ટહાડીઓ લહૂં. - છે જુ...

દુવથકી વન ખાખ થાએ, પણ નહીં મુજ જીવ જાએ,

ફરી ફરી નીત બળૂંછ ધૂમાઈ રે.

ઉપચાર શીત શોધું છૂં બહૂ. - છે જુ...

મર્ણતણા મેં લાજ કીધા, તો નહીં કંઈ લાભ લીધા,

લાગી આગ માશુકથી જ હુલાય રે,

નરમદ કહે હું દાઝતો રહૂં. - છે જુ...

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 177)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ