જોશીડા જોશ જુઓને
Joshida Josh Juone
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
જોશીડા જોશ જુઓને, કે દા'ડે મળશે મુને કાન રે?
દુઃખડાંની મારી વા'લા દૂબળી થઈ છું,
પચીપચી થઈ છું પીળી પાન રે. જોષીડા...
દુઃખડાં મારાં ડુંગર જેવડાં,
સુખડાં છે મેરુ સમાન રે. જોષીડા...
પ્રીતો કરીને વા'લે પાંગળાં કીધાં,
બાણે વીંધ્યા છે મારા પ્રાણ રે. જોષીડા...
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ,
ચરણકમળ ચિત્ત ધ્યાઉં રે. જોષીડા...
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 12)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
