જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ના રાખે ભાઈ..
બાપ કહે બેટો અમારો, ને માતા મંગળ ગાઈ,
બેની કહે બાંધવ અમારો, ભીડ પડે ત્યાં ભાઈ... જીવ૦
લીંપ્યું ને ગૂંપ્યું આંગણું, ને કાઢ્યાની વેળા થઈ,
અડશો ના તમે અભડાશો, એમ લોકો કરે ચતુરાઈ... જીવ૦
ઘરની નાર ઘડી ન મૂકે, અંતે અળગી રહી,
‘ભોજો ભગત’ કહે કંથ વળાવી, તરત બીજાને ગઈ... જીવ૦
jiwne shwas tani sagai, gharman ghaDi na rakhe bhai
bap kahe beto amaro, ne mata mangal gai,
beni kahe bandhaw amaro, bheeD paDe tyan bhai jeew0
limpyun ne gumpyun anganun, ne kaDhyani wela thai,
aDsho na tame abhDasho, em loko kare chaturai jeew0
gharni nar ghaDi na muke, ante algi rahi,
‘bhojo bhagat’ kahe kanth walawi, tarat bijane gai jeew0

સ્રોત
- પુસ્તક : અસલ મોટી સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 174)
- સંપાદક : સુકુમાર શાહ
- પ્રકાશક : વિશાલ બુક એજન્સી