aeva koii anubhavii re - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એવા કોઈ અનુભવી રે

aeva koii anubhavii re

બૂટો બૂટો
એવા કોઈ અનુભવી રે
બૂટો

એવા કોઈ અનુભવી રે, કરે દ્વૈતનો સંહાર જી;

અગ્નિ બાળે જેમ કાષ્ઠને, ટાળે જાત–વરણ–વ્યવહાર. એવા0

ધૂઓ જ્યાં લગી નીસરે, જ્યાં લગી કઠણ હોય આપ જી;

ઘટત ઘટત ઘટી ગયું, પછી રહ્યું પુણ્ય ને પાપ. એવા0

માખી ત્યાં બેસે નહિ, તેના તાપે તે ટળી જાય જી;

એકમેક અંતર નહિ, એવે રૂપે જો રહેવાય. એવા0

સમજીને સમી રહ્યા, કોઈ અનુભવી લઈ જ્ઞાન જી;

સત્ય મેળવ બૂટિયા, સમજ્યાની તો સાન. એવા0

સ્રોત

  • પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 178)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 1998