jiire viiraa! krodii navaanun ne chhappan batriisaa - Pad | RekhtaGujarati

જીરે વીરા! ક્રોડી નવાણું ને છપન બત્રીસા

jiire viiraa! krodii navaanun ne chhappan batriisaa

નૂર સતાગર નૂર સતાગર
જીરે વીરા! ક્રોડી નવાણું ને છપન બત્રીસા
નૂર સતાગર

જીરે વીરા! ક્રોડી નવાણું ને છપન બત્રીસા,

તે કરતા ઘટ કળશની પૂજા રે,

વીરા! ચોથા કલપની સંઘે તેત્રીસ,

અવર દેવ નથી દૂજા... વીરા! મારા આજ આનંદ કળશ ઘટ પૂજા રે...૦

જીરે વીરા! ઘટે પાંચે સું

પહેલાજ મુગતા,

જેણે અગનિમાં આપ સીંચાવ્યા રે,

વીરા! સાતે હરિચંદ રોહીદાસ તારા રાણી,

કાશીમાં આપ વેંચાવ્યા રે... વીરા! આજ આનંદ કળશ ઘટ પૂજા રે...૦

જી રે વીરા! મારા ઘટે નવે સું રાજા જુજેસઠળ

સતપંથ ધરમ ધિયાયાં રે,

વીરા! દ્રોપદી પાંડવ ખટ સત કારણ,

હેમાજળમાં હાડ ગળાવ્યાં રે... વીરા! આજ આનંદ કળશ ઘટ પૂજા રે...૦

જી રે વીરા! બારે ક્રોડીને નામ નિજાર;

તે સતગુરુ રૂપ ધરશે રે,

વીરા! અનંત ક્રોડી ગુર પીર હસન કબીરદીન,

સતીયુંના ભરણ ભરશે રે... વીરા! આજ આનંદ કળશ ઘટ પૂજા રે...૦

જી રે વીરા! આપને શોધો ને મનને બોધો,

સતગુરુની શિખામણ પરમાણી રે,

વીરા! હું બલિહારી જે ઘટ નિર્મળ,

પીર બોલ્યા સતગુરુ નૂર વાણી રે... વીરા! આજ આનંદ કળશ ઘટ પૂજા રે...૦

સ્રોત

  • પુસ્તક : સતની સરવાણી (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2000