jiine amar purush padhaaraayaa - Pad | RekhtaGujarati

જીને અમર પુરુષ પધારાયા

jiine amar purush padhaaraayaa

લખમાજી માળી લખમાજી માળી
જીને અમર પુરુષ પધારાયા
લખમાજી માળી

જીને અમર પુરુષ પધારાયા,

મેરે દાતા ખલકા ખૂબ બનાયા જી.

બીજ વૃક્ષ મેં વૃક્ષ બીજ મેં, થાણા ઠીક લગાયા;

ખેડનેવાલે ખેડ નિપાયા, કુબુદ્ધિ કપાસીઆ નિપાયા... મેરે દાતા૦

સુષમણ નારી સુતર કાંતે, સુરતા તાર મિલાયા;

તીન ગુણ કા નળી ભરાયા, પાંચ તત્ત્વ કે તાણા... મેરે દાતા૦

બડા ગુરુજી વણને બેઠા, હરદમ તાર મિલાયા;

વણતે વણતે નવ માસ લાગ્યા, પચરંગી રેજા નિપાયા... મેરે દાતા૦

સત્ય સૂઈ શબ્દ કા ધાગા, સીનેહાર કિરતારા;

ટુકડે ટુકડા ભેગા કિયા, સાધન ખૂબ લગાયા... મેરે દાતા૦

ગુરુ હમારા સત્ય કા જ્ઞાની, જૂના પીર જગાયા;

દોઉ કર જોડી ‘લખમો’ બોલ્યા, અંતે રહેજો ભેળા... મેરે દાતા૦

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ બીજો (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : ઓશિંગણ
  • પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ
  • વર્ષ : 1909