jii re laakhaa, sadgurunii saan bahu sukh aape jii - Pad | RekhtaGujarati

જી રે લાખા, સદ્‌ગુરુની સાન બહુ સુખ આપે જી

jii re laakhaa, sadgurunii saan bahu sukh aape jii

લોયણ લોયણ
જી રે લાખા, સદ્‌ગુરુની સાન બહુ સુખ આપે જી
લોયણ

જી રે લાખા, સદ્‌ગુરુની સાન બહુ સુખ આપે જી,

આપણા મનને સ્થિર કરી સ્થાપે રે હાં,

જી રે લાખા, રે સાનથી કોઈ બહાર જાવે જી

પછી પવનને કેમ ઉથાપે રે હાં...

જી રે લાખા, શોક ટાળીને આનંદ ઉપજાવે જી

નુરત સુરત બેહદ લાવે રે હાં,

જી રે લાખા, હદ–બેહદ ઓળાંડી કરીને જી

તો અખંડ ઘરમાં આવે રે હાં...

જી રે લાખા, અનુભવી ગુરુની ઓળખાણ કરાવે જી

તો સાક્ષી પદને પ્રમાણે રે હાં,

જી રે લાખા, બોધ કરી જીવ-શિવપણું ટાળે જી

તો સાક્ષી બ્રહ્મ બતાવે રે હાં...

જી રે લાખા, જ્યોતિ સ્વરૂપ આપણી સુરતામાં જી

મુક્તિ ભરે જ્યાં પાણી રે હાં,

જી રે લાખા, પંડિત પુરાણી જ્યાં અટકી રહ્યા છે જી

ત્યાં નવ પહોંચે વેદની વાણી રે હાં...

જી રે લાખા, અકર્તાપણું આપણા ઉરમાં દેખાડે જી

તો ઝીણી ઝીણી રમતું રમાડે હાં,

જી રે લાખા, શેલર્ષીની ચેલી 'સતી લોયણ' બોલ્યાં જી

પાંચ-પચ્ચીસને લઈ પાડે રે હાં...

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
  • વર્ષ : 2009