jii re laakhaa brahmman bahlvun hoy to - Pad | RekhtaGujarati

જી રે લાખા બ્રહ્મમાં ભળવું હોય તો

jii re laakhaa brahmman bahlvun hoy to

લોયણ લોયણ
જી રે લાખા બ્રહ્મમાં ભળવું હોય તો
લોયણ

જી રે લાખા બ્રહ્મમાં ભળવું હોય તો હેત વધારો જી,

તમે મનમાં પ્રપંચ મેલો હાં,

જી રે લાખા નુરત-સુરતથી કરી લ્યો મેળા જી,

તો તમે ફળ કંઈ નવ માગો હાં.

જી રે લાખા તૃણ બરાબર જગતની માયા જી,

એને જાણજો મનથી જૂઠી હાં,

જી રે લાખા કાળ ઝડપ લઈને ઝડપી જાશે જી,

ત્યારે જીવ જાશે જોને ઊડી હાં...

જી રે લાખા જાગીને જોશો તો તમને ઈશ્વર મળશે જી,

ત્યારે મન પાછું પડશે હાં,

જીરે લાખા સંકલ્પ વિકલ્પની ગાંઠું બંધાણી જી,

તો ગુરુ વચનથી ગળશે હાં...

જી રે લાખા હાર પામો તમે હિંમત રાખો જી,

એવો ગુરુ વચન રસ ચાખો હાં,

જી રે લાખા શેલર્ષીની ચેલી સતી ‘લોયણ’ બોલ્યાં જી,

તમે મુખથી અસત્ય નવ ભાખો હાં...

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 7)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ-બુકસેલર
  • વર્ષ : 1930
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ