
ઝૂલતાંનો મેળો રે, ધણી વહેલાં ધાજો રે જી;
અમને અગમ અગેાચર લેહ લાગી રે... ઝૂલતાંનો૦
ભાઈ એક ભવસાગરમાં રે, ગુરુવા મારા લીલમ પડ્યાં રે જી;
અમને ભવસાગરમાંથી તારી લેજો રે... ઝૂલતાંને૦
મારા મહેલની નીચે રે, ગંગા જમુના નદી વહેતી રે જી;
અમે ગંગા જમુનાનાં નીર ઝીલ્યાં રે... ઝૂલતાંને૦
મારા મહેલની ઉપર રે, અનહદ વાજાં વાજી રહ્યાં રે જી;
વાજાં વાજ્યાં ને અણુઘડ ઘેરાયા રે... ઝૂલતાંને૦
એક અનમુખને કૂવે રે, તપસ્વી તપસા કરે રે;
તેની ક્રિયા તણો નથી પાર રે... ઝૂલતાંને૦
તપસ્વીને ખાળે રે, પવન એક પૂતળી રે જી;
તેના તેજ તણો નથી પાર રે... ઝૂલતાંને૦
ઈડા પિંગલા રે, સુખમણા નારી રે જી;
એને ચંદા સૂરજ દોનું સાખ રે... ઝૂલતાંને૦
એક રઝળતું ને રોડું રે, ગુરુવા અમને તારી લેજો રે જી;
એવા પ્રેમ રવિ ને ભાણ રે... ઝૂલતાંને૦
ત્રિકમજીએ તાર્યા રે, વસમી આ ભૂમિકા રે જી;
મારી કરણી તણા છે વાંક રે... ઝૂલતાંને૦
ગુરુને પ્રતાપે રે, ‘લાલદાસ’ બોલિયા રે;
જેણે જોયું સમાધિ મોજાર રે... ઝૂલતાંને૦



સ્રોત
- પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ પહેલો (પૃષ્ઠ ક્રમાંક 70)
- સંપાદક : ઓશિંગણ
- પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ
- વર્ષ : 1909