jhaariinaa pada - Pad | RekhtaGujarati

ઝારીનાં પદ

jhaariinaa pada

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ઝારીનાં પદ
નરસિંહ મહેતા

જોને, કોઈ ઊભી રે આળસ મોડે.

બાંહે બાજુબંધ બેરખા સોહે, મનડું મોહ્યું છે એને ચૂડે;

ઝાંઝર ઝમકે ને વીંછુઆ ઠમકે, હીંડે છે વાંકે અંબોડે. આ૦

સોવણઝારી અતિ રે સમારી, માંહે નીર ગંગાજળ હોડે;

નરસૈયાને પાણી પાવાને મારા વહાલોજી આવ્યા છે કોડે. આ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994