જેવો છું તેવો હું
jevo chhu tevo hu
દયારામ
Dayaram
દયારામ
Dayaram
જેવો છું તેવો હું તમારો હે શ્રીજી!
બિરદ વિચારી બાંહ્ય ઝાલોની રીઝી.
દોષના કોષ દેખી જાશો મા બિહીજી;
ગુરુ-સોંપ્યો પાળો દયાને કરુણારસ ભીંજી.
જેવો છું તેવો હું તમારો હે શ્રીજી.
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 64)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
