જતી-સતી કોઈ જ્ઞાની રે
jatii-satii koii gyaanii re
સાંઈ વલી
Sai Vali
સાંઈ વલી
Sai Vali
જતી-સતી કોઈ જ્ઞાની રે
સોચ કરોને દઈ માની રે
ભજન કરોને સાચા સાંઈનાં,
ધરતી વરસે આભ ભીંજાણા, પરવત ચઢિયાં પાણી રે,
ઈ રે પાણી કોઈ પીએ પ્યાસા, સંત ગભીરા જ્ઞાની રે.
ભજન કરોને સાચા સાંઈનાં...
ઊલટ–સુલટ એક વાત વિવેકી, સમજે સોઈ નર શાણા,
સમજે ઉનકો સ્હેલ સુગલ હૈ, પાવે હીરલા જ્ઞાની.
ભજન કરોને સાચા સાંઈનાં...
નાભિકમલ સે આવે ને જાવે, જેમ પવન પૂતળી છાની,
શૂન્ય મંઝિલ મેં આસન ઉનકો, તરવેણી દરશાણી.
ભજન કરોને સાચા સાંઈનાં...
દોઈ કર જોડી શીશ નમાવે, અરજ કરે એ બાની,
સતગુરુ ચરણે 'સાંઈ વલી' કહે, અરજું લોને માની,
ભજન કરોને સાચા સાઈનાં...
સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 89)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009
