જશોદાજીને આંગણિયે કાંઈ સુંદર શોભા દીસે રે
jashodaajiine aangniye kaanii sundar shobhaa diise re
નરસિંહ મહેતા
Narsinh Mehta
જશોદાજીને આંગણિયે કાંઈ સુંદર શોભા દીસે રે
jashodaajiine aangniye kaanii sundar shobhaa diise re
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
જશોદાજીને આંગણિયે કાંઈ સુંદર શોભા દીસે રે;
મુક્તાફળનાં તોરણ લહેકે, જોઈ જોઈ મનડું હીસે રે. જ૦
મહાલામહાલ માનિની હીંડે, ઊલટ અંગ ન માય રે;
કુંકુમ-કેસ૨ ચરચ્યાં અંગે, ઘેર ઘેર ઓચ્છવ થાય રે. જ૦
ધન્ય ધન્ય લીલા નંદ-ભવનની, જ્યાંહાં પ્રગટ્યા ૫રમાનંદ રે,
રંગરેલ નરસૈંયો ગાયે, મન વાધ્યો આનંદ રે. જ૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 68)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
