રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(રાગ કેદારો)
જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જા૦ ૧
પંચમહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં, અણુ અણુમાંહી રહ્યા રે વળગી;
ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી. જા૦ ર
વેદ તો અમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દેઃ કનકકુંડળવિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. જા૦ ૩
જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ થયો, ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;
ભણે નરસૈંયો ’એ તે જ તું,’ ‘એ તે જ તું,’ એને સમર્યાથી કંઈ સંત સીધ્યા. જા૦ ૪
(rag kedaro)
jagine joun to jagat dise nahin, unghman atpata bhog bhase;
chitt chaitanya wilas tadrup chhe, brahm latka kare brahm pase ja0 1
panchamhabhut paribrahmthi upanyan, anu anumanhi rahya re walgi;
phool ane phal te to wrikshnan janwan, thaD thaki Dal naw hoy algi ja0 ra
wed to am wade, shruti smriti sakh de kanakkunDalawishe bhed nhoye;
ghat ghaDiya pachhi nam roop jujwan, ante to hemanun hem hoye ja0 3
jeew ne shiw te aap ichchhaye thayo, chaud lok rachi jene bhed kidha;
bhane narsainyo ’e te ja tun,’ ‘e te ja tun,’ ene samaryathi kani sant sidhya ja0 4

સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997