was nahin jyan waishnaw kero - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાસ નહીં જ્યાં વૈષ્ણવ કેરો

was nahin jyan waishnaw kero

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
વાસ નહીં જ્યાં વૈષ્ણવ કેરો
નરસિંહ મહેતા

વાસ નહીં જ્યાં વૈષ્ણવ કેરો ત્યાં નવ વસીએ વાસડિયાં;

શ્વાસે શ્વાસે હરિ-સ્મરણ તો શ્વાસ ધમણ કેરી સાસડિયાં.

જીભલડી જપે જપમાળા તો જીભલડી નહિ, ખાસડિયાં;

જનમ તેનો નહિ લેખામાં, જે કહેવાયાં હરિ-દાસડિયાં.

મોહનજીની માયા પાખે અવર માયા જમ-ફાંસડિયા;

ભણે નરસૈંયોઃ તેણે ભારે મારી માવડલી દસ માસડિયા.

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997