ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાયજી;
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાયજી. ત્યાગ૦
વેષ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂરજી;
ઉપર વેષ આછો બન્યો, માંહિ મોહ ભરપૂરજી. ત્યાગ૦
કામ-કોધ-લોભ-મોહનું, જ્યાં લગી મૂળ ન જાયજી;
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાયજી. ત્યાગ૦
ઉષ્ણરતે અવની વિષે, બીજ નવ દિસે બહારજી;
ઘન વરસે વન પાંગરે, ઇંદ્રિ વિષય આકારજી. ત્યાગ૦
ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિ વિષયસંજોગજી;
અણભેટે રે અભાવ છે, ભેટે ભોગવશે ભોગજી. ત્યાગ૦
ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથજી;
વણસ્યો રે વર્ણાશ્રમથકી, અંતે કરશે અનરથજી. ત્યાગ૦
ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધજી;
ગયું ધૃત મહિ માંખણ થકી, આપે થયું રે અશુદ્ધજી. ત્યાગ૦
પળમાં જોગી રે ભોગી પળમાં, પળમાં ગૃહીને ત્યાગજી;
નિષ્કુળાનંદ એ નરનો, વણ સમજ્યો વૈરાગજી, ત્યાગ૦
tyag na take re wairag wina, kariye koti upayji;
antar unDi ichchha rahe, te kem karine tajayji tyag0
wesh lidho wairagno, desh rahi gayo durji;
upar wesh achho banyo, manhi moh bharpurji tyag0
kaam kodh lobh mohanun, jyan lagi mool na jayji;
sang prsange pangre, jog bhogno thayji tyag0
ushnarte awni wishe, beej naw dise baharji;
ghan warse wan pangre, indri wishay akarji tyag0
chamak dekhine loh chale, indri wishaysanjogji;
anbhete re abhaw chhe, bhete bhogawshe bhogji tyag0
upar taje ne antar bhaje, em na sare arathji;
wanasyo re warnashramathki, ante karshe anarathji tyag0
bhrasht thayo jog bhogthi, jem bagaDayun dudhji;
gayun dhrit mahi mankhan thaki, aape thayun re ashuddhji tyag0
palman jogi re bhogi palman, palman grihine tyagji;
nishkulanand e narno, wan samajyo wairagji, tyag0

સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 213)
- સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1981