hun re vanjhaarii aa deshnii - Pad | RekhtaGujarati

હું રે વણઝારી આ દેશની

hun re vanjhaarii aa deshnii

પૂંજા બાવા પૂંજા બાવા
હું રે વણઝારી આ દેશની
પૂંજા બાવા

હું રે વણઝારી દેશની, ભાવે વણજ કરું છું જી,

મૂલ કમલમાંથી પરગટી, સૂન મેં ધિયાન ધરું છું જી.

ઉગારો હું નવ રાખતી, વસ્તુ સાથે વરું છું જી,

નવ પંદર પચ્ચીસમાં, છવીસમાં સંચરું છું જી... હું વણઝારી૦

હીરલા ઝવેરને માણેક મોતીડાં, મણિ મૂલ કરું છું જી,

મોંઘી રે વસ્તુ સાચવી, પ્રેમે પેટ ભરું છું જી... હું વણઝારી૦

પારસમાંથી પરગટી, પારસ માંહી ભળું છું જી,

દાસ 'પૂંજો' કહે ગુરુ ગિનાનથી, જલમાં ઝળહળું છું જી... હું વણઝારી૦

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય : જુલાઈ ૧૯૨૨ (પૃષ્ઠ ક્રમાંક 517)
  • સંપાદક : મટુભાઈ કાંટાવાળા