સંગત કિયા તો ક્યા ભયા, હિરદે લગો નહીં ઘાવ,
પૂંજો કહે ગુરુ શબ્દ ચીન્હો નહીં, તો રહેગા દાવ કા દાવ
હું રંગારી રંગ ચડિયો, કુંદનમાં હીરો જડિયો રે,
જેમ સાગરમાં નીર ભરિયો રે, અનુભવી વરને વરિયો રે... હું રંગારી૦
હા રે ભાઈ ચિત્ત ચૈતન બે એક થયું, ત્યાં ભરમણા સહુ ભાગી ગયું,
જોઉં તાળી લાગી, ત્યાં ધ્યાન નિરંતર ધરિયું રે... હું રંગારી૦
સુરત નુરત મિલકર ચાલે, પલક ગગનમાં જઈ મા’લે,
નિરજન વાવે નેહ લાગો, મેં ભરો પ્રેમનો દરિયો રે... હું રંગારી૦
ઇંગલા પિંગલા સુખમણા, તરવેણી જઈને તરિયા રે,
‘પૂંજો’ કહે સતગુરુ મળિયા, તારે કારજ સઘળાં સરિયાં રે... હું રંગારી૦
sangat kiya to kya bhaya, hirde lago nahin ghaw,
punjo kahe guru shabd chinho nahin, to rahega daw ka daw
hun rangari rang chaDiyo, kundanman hiro jaDiyo re,
jem sagarman neer bhariyo re, anubhwi warne wariyo re hun rangari0
ha re bhai chitt chaitan be ek thayun, tyan bharamna sahu bhagi gayun,
joun tali lagi, tyan dhyan nirantar dhariyun re hun rangari0
surat nurat milkar chale, palak gaganman jai ma’le,
nirjan wawe neh lago, mein bharo premno dariyo re hun rangari0
ingla pingla sukhamna, tarweni jaine tariya re,
‘punjo’ kahe satguru maliya, tare karaj saghlan sariyan re hun rangari0

સ્રોત
- પુસ્તક : સાહિત્ય : જૂન ૧૯૨૨ (પૃષ્ઠ ક્રમાંક 447)