hum pardeshi pankhi saadhu - Pad | RekhtaGujarati

હમ પરદેશી પંખી સાધુ

hum pardeshi pankhi saadhu

રવિસાહેબ રવિસાહેબ
હમ પરદેશી પંખી સાધુ
રવિસાહેબ

હમ પરદેશી પંખી સાધુ, રે દેશ કે નાહીં,

રે દેશ કે જીવ અભાગી, પલ પલ મેં પરલાહી... હમ૦

પાંવ વિના ચલના ચાંચ બિન ચુગના, પંખ વિના ઊડ જાઈ,

બિના સુરત કી નુરત હમારી, અનલ પહુંચે ત્યાંઈ... હમ૦

આઠો પહોર અધર રહે આસન, કબહુ ઊતરે આની,

જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગયે, ઐસી અકથ કહાની... હમ૦

છાંયે બેસું તો અગ્નિ વ્યાપે, ધૂપે બહુત શીતાઈ,

છાંયા ધૂપ સે સતગુરુ ન્યારા, હમ હૈ સતગુરુ માંઈ... હમ૦

નિરગુણ રૂપ હમારા સાધુ, સિરગુણ નામ ધરાઈ,

કહે ‘રવિરામ’ નિરંતર વાસા, સબ ઘટ ઝલકે ઝાંઈ... હમ૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ