Hu Roi Roi Ankhiya Rati Karu - Pad | RekhtaGujarati

હું રોઈ રોઈ અખિયાં રાતી કરું

Hu Roi Roi Ankhiya Rati Karu

મીરાંબાઈ મીરાંબાઈ
હું રોઈ રોઈ અખિયાં રાતી કરું
મીરાંબાઈ

હું રોઈ રોઈ અખિયાં રાતી કરું,

રાતી કરું ગીત ગાતી ફરું. હું રોઈ...

અન્ય કોઈ મારી નજરે આવે,

વર તો ગિરિધારીને વરું. હું રોઈ...

સેવા ને સ્મરણ એનું નિશદિન,

હૃદયકમલમાં ધ્યાન ધરું. હું રોઈ...

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,

ગંગા-જમના નહાતી ફરું. હું રોઈ...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011