હો જા હુંશિયાર અલેક ઘણી આગે,
દિલ સાબુત ફિર ડરના ક્યા?
આયે જાયે પંખિયા, ઉડ જાવે ચીડિયાં,
વાવ્યા વિના પીછે લણના ક્યા?
તાંબા રે પીતળ બન જાય સોના, પંજા લગે કોઈ પારસ કા
સુષમણા નારી સેજ બિછાવે, જાગો જાગો રે મન ! સોના ક્યા?
સત નામની ચોપાટ બિછાઈ લે, રંગ ઓળખ લે તું પાસે કા,
સતગુરુ નામ કા પાસા પકડ લે, જીતી બાજી હારે ક્યા!
સાતસેં નદિયું નવસેં નાળાં, સાત સાયર જળ ઊંડા ક્યા?
કાયા દલ મેં હોજ ભરી હૈ, નદિયું કા નીર પીના ક્યા?
સાહેબ ઘણી કા સુમરન કર લે, છાયા બદલા વાળેગા,
ગુરુ પ્રતાપે ગાય 'પદમપરી', કરમ ધરમ નર હારો ક્યા?
ho ja hunshiyar alek ghani aage,
dil sabut phir Darna kya?
aye jaye pankhiya, uD jawe chiDiyan,
wawya wina pichhe lanna kya?
tamba re pital ban jay sona, panja lage koi paras ka
sushamna nari sej bichhawe, jago jago re man ! sona kya?
sat namni chopat bichhai le, rang olakh le tun pase ka,
satguru nam ka pasa pakaD le, jiti baji hare kya!
satsen nadiyun nawsen nalan, sat sayar jal unDa kya?
kaya dal mein hoj bhari hai, nadiyun ka neer pina kya?
saheb ghani ka sumran kar le, chhaya badla walega,
guru prtape gay padamapri, karam dharam nar haro kya?

સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 110)
- સંપાદક : ડૉ. નિરંજન રાજ્યગુરુ
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 2010